FAQ


ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો વાંચવા માટે ક્યાંથી મળશે ?

 ક્વિઝમાં પૂછાતા પ્રશ્નો (g3q.co.in) પોર્ટલ પર Today's Quiz Bank નામનાં મેનુ માંથી મળશે.

બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ ક્યારે રમી શકાશે ?

બમ્પર રાઉન્ડ રાઉન્ડ ક્વિઝ 15 દિવસે એક વખત રમી શકાશે.

બમ્પર રાઉન્ડ માટેની ક્વિઝ બેન્ક ક્યારે થી જોઈ શકાશે?

બમ્પર રાઉન્ડ માટેની ક્વિઝ બેન્ક ક્વિઝના સમય ની 2 કલાક પહેલાથી જોઈ શકાશે.

શું વિદ્યાર્થી વિજેતાએ પોતાની બેંકની માહિતી અધુરી, અયોગ્ય કે ખોટી ભરેલ છે તે બદલી શકશે?

જે વિદ્યાર્થી વિજેતાએ પોતાની બેંકની માહિતી અધુરી, અયોગ્ય કે ખોટી ભરેલ છે તથા શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid કરવામાં આવેલ ન હોય તેવા વિધાર્થી વિજેતાઓ પોતાના Log-in માંથી  તેની સાચી બેંકની માહિતી ભરી શકે છે.


શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid થયા બાદવિધાર્થી વિજેતાઓ કોઈ પણ માહિતી બદલી શકશે નહીં.

શું વિદ્યાર્થીઓ વિજેતા થાય પછીથી સંબંધિત શાળા/કોલેજ/યુનિવર્સિટી બદલી શકશે?

જે વિદ્યાર્થી વિજેતાને સબંધિત શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid કરવામાં આવેલ ન હોય તેવા વિધાર્થી વિજેતાઓ પોતાના Log-in માંથી તેની સાચી શાળા/કોલેજ/યુનિવર્સીટી બદલી શકશે.


શાળા/કોલેજ/યુનિવર્સીટી દ્વારા Approved અથવા Paid થયા બાદ વિધાર્થી વિજેતાઓ કોઈપણ માહિતી બદલી શકશે નહીં.

ક્વિઝ આપતી વખતે અન્ય કોઈ પરેશાની થતી હોઈ તો શું કરવું ?

તેના માટે તમારે G3Q 2.0 ટેક્નિકલ હેલ્પ લાઈન નંબર(+91 9978901597 અથવા +91 7878330030) પર સંપર્ક કરવાનો રહેશે.

મારી સ્કૂલ અને કોલેજ મને મળતી નથી હું શું કરું ?

તમને તમારી સ્કૂલ અને કોલેજ જોવા મળતી નથી, તો તમે G3Q 2.0 ના ટેક્નિકલ હેલ્પ લાઈન નંબર(+91 9978901597 અથવા +91 7878330030) પર સંપર્ક કરવો.

આ ક્વિઝ માં કેવા કેવા પ્રશ્નો પુછાશે ?

ગુજરાત અને ભારત સરકાર દ્વારા પ્રજા લક્ષી સેવા કાર્યો માટે જે યોજનાઓ બહાર પાડી છે તેના સંદર્ભ માં પ્રશ્નો પુછાશે.

અમે 2 વખત રજીસ્ટર કર્યું હોઈ અને 2ને માં વિજેતા થયા હોઈ તો 2 વખત પ્રાઈઝ મળશે ?

નાં, તમને એક વખત જ પ્રાઈઝ મળશે, અને તમે  જે ડોક્યુમેન્ટ જોડેલા છે તેનું વેરિફિકશન થઈ ગયા પછી જ વિજેતાને પ્રાઈઝ મળશે, અને પ્રાઈઝ આવી ગયા પછી જો કોઈ ભૂલ લાગશે તો પ્રાઈઝ પાછી લઇ શકાશે. 

બેંક ડિટેઇલ્સ અને બધું જોડ્યા બાદ મને કેટલા ટાઈમ માં પ્રાઈઝ મળશે ?

બધા વિજેતા પોતાની ડિટેઈલ્સ જોડી દેશે,અને વેરિફિકશન થઈ જશે, એટલે તમને તમારી પ્રાઈઝ મળી જશે.

વિજેતાનો એસએમએસ આવ્યા પછી મારે શું કરવાનું રહેશે ?

વિજેતાનો એસએમએસ આવ્યા પછી, (g3q.co.in) પોર્ટલમાં લોગીન થઈને તમારી બેંક ડિટેઈલ્સ, આધાર કાર્ડ અને વર્તમાન ફોટો જોડવાનો રહેશે.

વિજેતા થઈ ગયા પછી મારે શું કરવાનું રહેશે?

તમે વિજેતા થઈ ગયા પછી તમને રેજિસ્ટર મોબાઈલ નંબર પર એસએમએસ આવશે. એસએમએસ આવ્યા પછી (g3q.co.in) પોર્ટલમાં  લોગીન કરીને તમારી  બેંક ડિટેઈલ્સ, આધાર કાર્ડ અને  વર્તમાન ફોટો જોડવાનો રહેશે.

અમે એક અઠવાડિયે વિજેતા થઈ ગયા પછી બીજા અઠવાડિયે અમારે ક્વિઝ આપવાની રહેશે?

ના, તમે એક અઠવાડિયામાં વિજેતા થઈ ગયા હોઈ તો બીજા અઠવાડિયા માં તમારે ક્વિઝ આપવાની રહેશે નહિ.  પરંતુ તમે બમ્પર રાઉન્ડની ક્વિઝ રમી શકશો.

દર અઠવાડિયે અમારે રજીસ્ટ્રેશન કરવું પડશે ?

નાં, એક વાર રજીસ્ટ્રેશન કરાવી તમે દર અઠવાડિયે ક્વિઝ રમી શકો.

 

આ ક્વિઝ કેટલો ટાઈમ ચાલશે ?

આ ક્વિઝ 10 અઠવાડિયા સુધી ચાલશે.

G3Q 2.0 માં હું રજીસ્ટ્રેશન કરાવી લઉં પછી શું કરવાનું ?

રજીસ્ટ્રેશન કરાવ્યા પછી તમારા રજીસ્ટર મોબાઈલ નંબર માં લોગીન માટે તમને યુઝર આઈ.ડી. અને પાસવર્ડ મોકલવામાં આવશે, અને લોગીન થવા માટે લિંક હશે, તેના પરથી તમે ક્વિઝ આપી શકશો.